A
A
A

સિધ્‍ધિઓ

સ્‍ટેમ્‍પ પ્રભાગ

નાણાંકીય સિધ્ધિ

મુખ્‍ય સદર "૦૦૩૦ સ્‍ટેમ્‍પ અને રજીસ્‍ટ્રેશન" સદર નીચે છેલ્‍લા દસ વર્ષેામાં આવકમાં ઉત્‍તરોત્‍તર વધારો થયેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.

(રકમ રૂપિયા કરોડમાં)
વર્ષ સુધારેલ અંદાજ ખરેખર થયેલ આવક સ્‍ટેમ્‍પ ડયુટી અંદાજ કરતાં આવકનો કુલ અંદાજ કરતાં આવકનો રજી. ફી
વધારો કે ઘટાડો ટકામાં
ઘટાડો) ટકામાં
વૃધ્ધિ દર(%)
ર૦૦૮-૦૯૧પ૪૧.૧૦૧પરર.૧૦૧૯૦.૬૫૧૭૧ર.૭પ+૧૧.૧૩%-૧પ.૧૪ %
ર૦૦૯-૧૦૧૭૭૪.૩પરર૦૧.૧૧ર૭૮.૭૭ર૪૭૯.૮૮+૩૯.૭૬%+૪૪.૭૯ %
ર૦૧૦-૧૧૩૪૯૯.૯૮૩ર૧૦.ર૮૪૪૦.૧૪૩૬પ૦.૪ર+૪.૩૦%+૪૭.ર૦ %
ર૦૧૧-૧ર૪પ૦૦.૦૦૪૧૩૮.૬૧૫૩૧.૬૬૪૬૭૦.ર૭+૩.૭૮%+ર૭.૯૪ %
ર૦૧ર-૧૩૪૮૦૦.૦૦૩૯૦૩.૦૬પ૨૩.૮૭૪૪ર૬.૯૩-૭.૭૭%-પ.૨૧ %
૨૦૧૩-૧૪ ૫,૦૦૦.૦૦ ૪,૧૫૪.૭૦ ૫૯૪.૬૫ ૪,૭૪૯.૩૫ -૫.૦૧% +૭.૨૮%
૨૦૧૪-૧૫ ૫,૪૦૦.૦૦ ૪,૭૯૯.૦૫ ૭૦૪.૨૯ ૫,૫૦૩.૩૪ +૧.૯૧% +૧૫.૮૮%
૨૦૧૫-૧૬ ૫,૯૦૦.૦૦ ૪૮૨૪.૫૨ ૭૨૪.૯૦ ૫૫૪૯.૪૨ -૫.૯૪ ૦.૮૪
૨૦૧૬-૧૭ ૫૦૦૦ ૫૦૪૯.૪૭ ૭૩૩.૪૬ ૫૭૮૨.૯૩ -૧૧.૭૧ ૪.૨૧
૨૦૧૭-૧૮ ૭૧૦૦ ૬૩૦૧.૪૩ ૯૪૫.૭૦ ૭૨૪૭.૧૩ ૩.૫૩ ૨૫.૩૨
૨૦૧૮-૧૯
ફેબ્રુઆરી -ર૦૧૯ સુધી
૮૩૮૦.૧૪ ૬૦૦૯.૮૦ ૯૩૦.૯૬ ૬૯૪૦.૭૬
 

નોંધણી સર નિરીક્ષકશ્રીની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

મહિલાઓને નોંધણી ફી માંથી માફી

રાજ્યમાં મહિલાઓનો સામાજીક દરજ્જો ઉંચો આવે તથા તેમની આર્થિક સ્થિતી મજબુત અને સધ્ધર બને તેવા શુભ ઉદેશથી રાજય સરકાર ધ્‍વારા તા. ૧૧/૦૬/૨૦૦૪થી મહિલાઓના નામે થતા સ્થાવર મિલકતની તબદીલીના દસ્તાવેજોમાં નોંધણી ફી સંપુર્ણ માફ કરવામાં આવેલ છે.

મહીલાઓની તરફેણમાં નોંધાયેલ દસ્તાવેજોમાં નોંધણી ફીમાં માફી આપેલ પત્રક :-

સમયગાળોકુલ દસ્તાવેજોમહીલાઓના નામે થયેલ
દસ્તાવેજની સંખ્યા
મહીલાઓની સંખ્યા માફી આપેલ
નોંધણી ફી
(રૂ. કરોડમાં)
૨૦૦૪-૦૫૩,૫૧,૬૪૫૬૩,૪૭૦૬૫,૮૯૬૧૪.૫૬
૨૦૦૫-૦૬૫૨૫૬૪૦૧૦૩,૫૬૩૧૦૬,૯૯૪૨૫.૧૯
૨૦૦૬-૦૭૬૫૫૭૯૮૧૪૫,૩૦૧૧૬૧,૪૭૬૩૫.૨૫
૨૦૦૭-૦૮૭૯૪૭૧૨૧૭૯,૩૦૭૧૯૩,૨૨૦૪૫.૩૪
૨૦૦૮-૦૯ ૬,૮૨,૨૩૫ ૧,૪૦,૬૪૨ ૧,૪૯,૨૮૦ ૪૯.૩૦
૨૦૦૯-૧૦ ૬,૭૮,૫૩૦ ૧,૫૨,૮૩૭ ૧,૬૨,૮૫૧ ૫૨.૭૯
૨૦૧૦-૧૧ ૭,૮૩,૮૧૬ ૧,૮૨,૪૧૯ ૧,૯૫,૫૫૨ ૭૩.૧૮
૨૦૧૧-૧૨ ૧૦,૦૫,૯૪૧ ૧,૬૪,૭૭૪ ૧,૭૬,૬૩૫ ૯૫.૯૬
૨૦૧૨-૧૩ ૯,૦૭,૩૭૫ ૧,૪૯,૭૧૨ ૧,૫૯,૮૬૯ ૧૦૫.૫૫
૨૦૧૩-૧૪ ૯,૩૨,૪૭૦ ૧,૪૩,૬૧૦ ૧,૫૨,૬૬૩ ૧૦૫.૭૯
૨૦૧૪-૧૫ ૧૦,૭૨,૩૧૭ ૧,૪૮,૮૮૯ ૧,૫૮,૮૩૦ ૧૪૩.૨૭
૨૦૧૫-૧૬ ૧૦,૨૮,૮૯૨ ૧,૪૧,૫૭૯ ૧,૪૯,૧૬૩ ૧૩૦.૦૨
૨૦૧૬-૧૭ ૯,૮૯,૫૫૮ ૧,૪૦,૭૯૫ ૧,૪૯,૨૧૫ ૧૩૩.૫૯
૨૦૧૭-૧૮ ૧૧,૫૩,૩૪૯ ૧,૬૯,૪૬૫ ૧,૭૭,૯૭૪ ૨૨૫.૦૯
૨૦૧૮-૧૯
(નવેમ્બર)
૮,૨૦,૯૫૮ ૧,૨૦,૭૪૦ ૧,૨૭,૪૦૨ ૧૨૬.૩૦
કુલ ૧૨,૩૮૩,૨૩૬ ૨,૧૪૭,૧૦૩ ૨,૨૮૭,૦૨૦ ૧૩૬૧.૧૮
 

સ્‍ટેમ્‍પ ડયુટી ભરપાઈ કરવા સુવિધાઓ

રાજયમાં જાહેર જનતાને સરળતાથી, નજીકના સ્‍થળે સ્‍ટેમ્‍પ ડયુટી ભરપાઈ કરવાની સુવિધા ઉપલબ્‍ધ કરાવવા.

૧. ફ્રેન્‍કીંગ

નેશનલાઈઝ બેંકો, શીડયુલ બેંકો તથા રીઝર્વ બેંક ઘ્‍વારા અધિકૃત ખાનગી બેંકો અને "અ" ઓડીટ વર્ગ ધરાવતી કો.ઓ. બેંકોને ફ્રેકીંગ મશીનથી સ્‍ટેમ્‍પ ડયુટી ભરપાઈ કરવા અધિકૃત કરવાનો રાજય સરકાર ઘ્‍વારા મહત્‍વનો નિતિ વિષયક નિર્ણય લેવામાં આવેલ છે. જે અન્‍વયે માહે-નવેમ્બર-૨૦૧૮ અંતિત અત્‍યાર સુધીમાં જાહેર જનતા માટે વેચાણ અર્થે બેંકોને કુલ ૪૨૦ પરવાના તથા પોતાના ઉપયોગ માટે અલગ અલગ સંસ્‍થાઓને કુલ ૧૪૮ પરવાના આપવામાં આવેલ છે.

૨. ઈ-સ્‍ટેમ્‍પીંગ

રાજ્ય સરકાર ધ્‍વારા સ્‍ટોક હોલ્ડીંગ કોર્પેારેશન ઓફ ઈન્‍ડીયા લીમીટેડ મારફત "ઈ-સ્‍ટેમપીગ" ની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. આ સુવિધા રાજ્યનાં તમામ જિલ્લા તથા તાલુકા મથકે સબરજીસ્‍ટ્રાર કચેરીઓ ખાતે ઉપલબ્ધ છે. આમ, દસ્‍તાવેજની નોંધણી કરાવવા જનાર વ્‍યકિતને દસ્‍તાવેજ નોંધણીના સ્‍થળે જ ડયુટી ભરવાની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. રાજયમાં આવા કુલ ૪૬૯ ઇ-સ્ટેમ્પીંગના કેન્દ્રો ઉપરથી લોકો સ્ટેમ્પ ડ્યુટી ભરી શકે છે. ઓક્ટોબર- ૨૦૧૮ અંતીત આ કેન્દ્રો મારફતે રૂા. ૧૩૭૫ કરોડની રકમ ભરપાઈ થયેલ છે.

૩. સ્‍ટેમ્‍પ વેચાણ માટે પોસ્ટ ઓફીસને પરવાના

રાજય સરકાર ધ્‍વારા રાજયમાં પોસ્‍ટ ઓફીસ મારફત સ્‍ટેમ્‍પ પેપરના વેચાણની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. રાજયમાં આવી ૩૬૨ પોસ્‍ટ ઓફીસ કચેરીઓ ખાતે આ સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે.

સ્‍ટેમ્‍પ ડયુટીના દરોનું સરળીકરણ

  • સ્‍થાવર મિલ્‍કતની તબદીલીના જુદાજુદા પ્રકારના લેખો ઉપર લેવામાં આવતી સ્‍ટેમ્‍પ ડયુટીના દર સંદર્ભે, રાજયમાં વેપાર ઉદ્યોગ રાજય બહારની હરીફાઈમાં ટકી શકે, વિદેશમાંથી નવા ઉદ્યોગોને રાજયમાં આવવાનું પ્રોત્‍સાહન મળે સામાન્‍ય અને મઘ્‍યમવર્ગના લોકો ઉપર સ્‍ટેમ્‍પ ડયુટીનું ભારણ ઘટે તે માટે સ્‍ટેમ્‍પ ડયુટીના દર તા. ૦૧/૦૪/ર૦૦૩ અગાઉ ૮.૪૦℅ થી ૧૪.૮% જેટલો હતો. રાજય સરકારશ્રી ધ્‍વારા ક્રમશઃ આ દરોમાં ઘટાડો કરી તા. ૧/૪/ર૦૦૭ થી ૪.૯૦ ℅ નો કરવામાં આવેલ છે.
  • સમાન પ્રકારના લેખો ઉપર સ્‍ટેમ્‍પ ડયુટીના અલગ અલગ દરોને કારણે વહીવટી ગુંચવણો, અર્થઘટનના પ્રશ્‍નો તથા સ્‍ટેમ્‍પ ડયુટી ભરવાની મુશ્‍કેલીના વિવિધ મુદૂાઓ ઉપસ્‍થિત થતા આ મુદૂાઓના નિરાકરણ માટે આવા સમાન પ્રકારના લેખો ઉપર સ્‍ટેમ્‍પ ડયુટીના દરોનું સરળીકરણની સાથો સાથ તાર્કીકરણ કરીને અલગ અલગ પ્રકારના ર૭ દરોમાં ફેરફાર કરીને માત્ર ૯ દરો કરવામાં આવેલ છે.
  • રાજયમાં અભણ અને સામાન્‍ય વ્‍યકિતઓની મિલકતો માટે બોગસ પાવર ઓફ એટર્ની ઉભા થવાના કીસ્‍સા રાજય સરકારશ્રીના ધ્‍યાને આવતાં રાજય સરકાર ધ્‍વારા તા. ર૧/૦૭/ર૦૦૮ થી પાવર ઓફ એટર્ની આધારે મિલકતનો કબજો પાવર ધારકને સોંપવામાં આવતો હોય તેવા પાવર ઓફ એટર્ની ફરજીયાત નોંધણીને પાત્ર ઠરાવવામાં આવેલ છે.
  • ઉપરાંત રાજયમાં બોગસ પાવર ઓફ એટર્ની આધારે સામાન્‍ય અને અભણ વ્‍યકિતઓની મિલકતોના વેચાણ થવાના કીસ્‍સા ન બને, સાથોસાથ કુટુંબની જ વ્‍યકિતને પાવર આપવાના કીસ્‍સામાં પ્રજાને નાહકનો બોજ ન પડે તે હેતુથી અધિનિયમના આર્ટીકલ ૪પ (છ) (ર)ની જોગવાઈ મુજબ તા. ૧પ/૦પ/ર૦૧૩થી માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, પૌત્ર, પૌત્રીને મિલકત વેચવાનો અધિકાર આપવામાં આવે તેવા પાવર ઓફ એટર્ની માત્ર રૂા.૧૦૦/-ની ડયુટીને પાત્ર જયારે તે સિવાયના કીસ્‍સામાં માલીકીફેરખત મુજબ ડયુટીને પાત્ર બનાવેલ છે. જેથી રાજયમાં સામાન્‍ય અને અભણ વ્‍યકિતની મિલ્કતોના હકકોનું રક્ષણ થશે.
  • તા.૧પ/૦પ/ર૦૧૩ અગાઉ કોઈ મિલકતના સહ -માલિક પોતાનું હિત અન્ય સહ માલિકની તરફેણમાં જતું, કરે તેવા કીસ્‍સા વેચાણ મુજબ ૪.૯૦ ડયુટીને પાત્ર બનતા કૈાટુંબિક સભ્‍ય ધ્‍વારા હકક છોડી દેવાના કીસ્‍સામાંપ્રજાને નાહકની ડયુટી ભરવાની હાડમારી નિવારવા તથા પિતાના મૃત્‍યુબાદ વારસાઈના કીસ્‍સામાં રજીસ્‍ટર્ડ દસ્‍તાવેજ સિવાય મિલ્‍કતની નામ ફેરની નોંધો પાડવામાં આવતાં, આવી નોંધો પડયા બાદ મિલકતના ભાવો વધતા અથવા કૌટુંબિક પ્રશ્નોને કારણે રજીસ્‍ટર્ડ દસ્‍તાવેજ સિવાય પડેલ નોંધો બાબતે વિવાદો ઉપસ્‍થિત થવાના કીસ્‍સા બનતા નિવારવા તા. ૧પ/૦પ/ર૦૦૭થી અધિનયમનો આર્ટીકલ- ૪૯ની નવેસરથી સુધારેલ જોગવાઇ દાખલ કરી વારસાગત મિલકત અથવા તેનો ભાગ દાવો છોડી દેનારના ભાઈ, બહેન, અથવા પુત્ર, પુત્રી, અથવા પુર્વ મૃત્‍યુ પામેલ પુત્રનો પુત્ર અથવા પુત્રી (પૌત્ર અથવા પૈાત્રી)) અથવા માતા, અથવા લગ્‍ન સાથી ની ત૨ફેણમાં મિલકત ઉ૫૨નો દાવો છોડી દે તેવા કીસ્સામાં માત્ર રૂા. ૧૦૦/-ની ડયુટી રાખવામાં આવેલ છે. આમ, કાયદાકીય જોગવાઇ સરળ બનતાં આવા કૈાટુંબિક સભ્‍ય ધ્‍વારા હકક છોડી દેવાના કીસ્‍સામાં ટાઈટલ માટે સરળતા બનાવેલ છે.

મિલકતના ભાવોની જંત્રી ઓન લાઈન ઉપલબ્‍ધ

  • રાજયની મિલકતના ભાવો દર્શાવતી જંત્રી ઓન લાઈન ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. પરીણામે, વ્‍યકિત પેાતાની મેળે મિલ્‍કતના બજારભાવ તથા મિલકતની લે-વેચ માટે ભરવાની ડયુટીની જાણકારી મેળવી શકે છે.

લોક હીતાર્થે દસ્‍તાવેજોની નોંધણીમાં વહીવટી સુધારા

  • રાજયમાં સામાન્‍ય તથા કાયદાથી અજ્ઞાત વ્‍યકિતઓની મિલ્‍કતના બોગસ દસ્‍તાવેજો આધારે છેતરપીડીંના કીસ્‍સાઓ અટકાવવા સંબંધિત પક્ષકારોના વેબ કેમેરાથી ફોટાગ્રાફ અને બાયોમેટ્રીક થમ્‍બ ડીવાઈસથી અંગુઠાની છાપ લઈ તેઓની ઓળખ સુનિશ્રિત કરવામાં આવી.
  • તા. ૦૮/૦૬/ર૦૧૦થી વેચાણ લેનાર, આપનાર તથા ઓળખ આપનારના ફોટા તથા આઈડેન્‍ટીપ્રુફ મેળવવાની કાર્યપધ્‍ધતિ અમલમાં.
  • મિલ્‍કતની ઓળખ સુનિશ્રિત કરવા દસ્‍તાવેજોમાં મિલ્‍કતના ફોટોગ્રાફનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
  • બોગસ પાવર ઓફ એટર્ની આધારે થતા દસ્‍તાવેજો અટકાવવા પાવર ધારકને પાવરથી મિલ્‍કતનો કબજો સોંપવામાં આવતો હોય તેવા પાવર ઓફ એટર્ની તા. ર૧/૦૭/ર૦૦૮થી ફરજીયાત નોંધણીપાત્ર.
  • તા. ૦૧/૦પ/ર૦૦પ થી સાત કોર્પેારેશન વિસ્‍તારમાં તથા તા. ૦૧/૦૪/ર૦૦૭થી રાજયની તમામ નોંધણી કચેરીઓ સંપુર્ણ કોમ્પ્‍યુટરાઈઝડ કરવામાં આવી.
  • રાજયમાં તા. ર૧/૦૭/ર૦૦૮થી હકકપત્ર અનામત ધ્‍વારા ગીરોના લેખ ફરજિયાત નોંધણી પાત્ર ઠરાવવામાં આવ્‍યા.

મહિલાઓને નોંધણી ફી માંથી માફી

  • રાજ્યમાં મહિલાઓનો સામાજીક દરજ્જો ઉંચો આવે તથા તેમની આર્થિક સ્થિતી મજબુત અને સધ્ધર બને તેવા શુભ ઉદેશથી રાજય સરકાર ધ્‍વારા તા. ૧૧/૦૬/૨૦૦૪થી મહિલાઓના નામે થતા સ્થાવર મિલકતની તબદીલીના દસ્તાવેજોમાં નોંધણી ફી સંપુર્ણ માફ કરવામાં આવેલ છે.
  • તા. ૧૧/૬/૨૦૦૪ થી તા. ૩૦/૧૧/૨૦૧૮ સુધીમાં રાજયમાં આવા ૨૧,૪૭,૧૦૩ દસ્તાવેજોમાં ૨૨,૮૭,૦૨૦ મહિલાઓને કુલ રૂપિયા ૧૩૬૧.૧૮ કરોડ નોધણી ફીની માફી આપવામાં આવેલ છે.

ઈન્‍ટીગ્રેટેડ ઈ-ગવર્નન્સ (e-jamin) પ્રોજેકટ હેઠળ મિલકતના હકકપત્રકમાં ફેરફાર નોંધોનું આપમેળે પ્રમાણીકરણ

  • ઈન્‍ટીગ્રેટેડ ઈ-ગવર્નન્સ (e-jamin) પ્રોજેકટ હેઠળ દસ્‍તાવેજ નોંધણી થતાની સાથે જ કોમ્‍પ્‍યુટર થકી મિલકતના હકકપત્રકમાં નોંધ પડે અને ફેરફાર નોંધોનું આપમેળે પ્રમાણીકરણ થાય તે માટે દસ્‍તાવેજોની નોંધણી પ્રક્રિયા તથા મ્‍યુટેશન સરળ કરવાના ભાગરૂપે માણસા તા. જી. ગાંધીનગર ખાતે પાયલોટ પ્રોજેકટ રૂપે તા. ૧પ/૦૧/ર૦૧૦ થી શરૂ કરવામાં આવેલ. ત્‍યાર બાદ તબકકાવાર સદર પ્રોજેકટ હેઠળ રાજ્યના તાલુકાઓને આવરી લઈ હાલમાં રાજ્યના તમામ ૨૨૫ તાલુકાઓમાં ઈ-જમીન સીસ્‍ટમ હેઠળ ઉપરોકત દસ્‍તાવેજ નોંધણીની પ્રક્રિયા સફળતાપૂર્વક કાર્યરત છે. આમ, હાલમાં રાજયમાં દસ્‍તાવેજની નોંધણી સાથે જ ઈ-ગવર્નન્સ (e-jamin) પ્રોજેકટ હેઠળ દસ્‍તાવેજની નોંધણી સાથેજ નામફેરની નોંધ આપોઆપ પડે છે.

Also in this section