પ્રસ્તાવના
ગુજરાત રાજયમાં મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળનું સ્ટેમ્પ અને નોંધણી ખાતું રાજય કક્ષાનું તથા રાજયની મહેસુલી આવક ધરાવતું ખાતું છે. ખાતાના વડાની સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંઘીનગર ખાતે આવેલી છે.
ભારતના સંવિધાનની સાતમી અનુસુચિમાંની સુચિની નોંધ ૯૧માં નિર્દિષ્ટ કરેલાં દસ્તાવેજોના સંબંધમાં હોય (વિનિમય પત્ર, ચેક, પ્રોમીસરી નોટ, સતમી, શાખપત્ર, વીમાપત્ર, શેરની તબદીલી, ડીબેન્ચર, પ્રોકસી અને પહોંચ તે સિવાયના સ્ટેમ્પ અને સ્ટેમ્પ ડયુટીના દરોને લગતો કાયદો એકત્રિત કરી સુધારવા રાજય સરકાર ઈષ્ટ છે.