A
A
A

શ્રી જેનું દેવન, આઈએએસ

શ્રી જેનું દેવન, આઈએએસ

લોકશાહીની સફળતા માટે વહીવટને લોકાભિમુખ બનાવવો પાયારૂપ છે. લોકો અને વહીવટીતંત્ર વચ્‍ચેનું અંતર ઘટાડવા અને લોકોની વાજબી માંગણીઓ વહીવટ દ્વારા સંતોષાય અને તંત્ર લોકો તરફ મદદરૂપ થવાનો અભિગમ અપનાવે તે ખૂબ જરૂરી છે. લોકોનો વિશ્વાસ વહીવટીતંત્રમાં સુદ્રઢ થાય અને લોકોની આશાઓ અને આકાંક્ષાઓ વહીવટી તંત્રમાં પ્રતિબિંબિત થાય તે હેતુને લક્ષમાં રાખીને લોકભિમુખ વહીવટીતંત્ર જરૂરી છે. છેવાડાનો સામાન્ય પ્રજાજન પણ વહીવટી તંત્રની કામગીરી, કાર્યપધ્‍ધતિ તથા મળનાર સેવાની સ્‍વયંભૂ જાણકારી મેળવી વાકેફ બને તે આવશ્‍યક બને છે.

રાજયમાં વધતા જતા વિકાસ સાથે ટેકનોલોજીના ઉપયોગ થકી વહીવટી સેવાઓની બાબતો સામાન્‍ય પ્રજાજન સુધી પહોંચાડી શકાય તથા વહીવટી તંત્ર લોકાભિમુખ અને હકારાત્‍મક બની શકે તે માટે ખાતા ધ્‍વારા પુરી પાડવામાં આવતી તમામ સેવાઓની વિગતો સ્‍થળ સહીત મુકવામાં આવેલ છે. ખાતાની કામગીરી બાબતે રોજ બરોજના કામમાં ઉધ્‍ભવતા પ્રશ્‍નોનો સરળ અને સંતોષકારક ઉત્‍તર મળી રહે તે માટે સાચી અને સરળ સમજૂતિ પણ રજુ કરવામાં આવેલ છે. જે બાબતો સામાન્‍ય પ્રજા જન તથા ખાતાના અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓને પણ ઉપયોગી બનશે.

શ્રી જેનું દેવનું, આઈએએસ
સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ઓફ સ્‍ટેમ્‍પ્‍સ અને નોંધણી સર નિરીક્ષક,
ગુજરાત રાજ્ય, ગાંધીનગર

Also in this section