A
A
A

સ્‍ટેમ્‍પનું વિતરણ કરતી કચેરીઓ :

stamps

રાજયમાં સરળતાથી સ્‍ટેમ્‍પ ડયુટી ભરપઈ કરવાની સુવિધા પ્રજાને ઉપલબ્‍ધ કરાવી શકાય તે હેતુથી જુદી જુદી વ્‍યવસ્‍થા અમલમાં છે.

  • ગુજરાત રાજયની દરેક જિલ્‍લા તિજોરી કચેરી તથા તાલુકામાં પેટા તિજોરી કચેરીમાંથી જાહેર જનતાને તેમજ લાયસન્‍સદાર સ્‍ટેમ્‍પ વેન્‍ડરોને તેઓને જોઇતા પ્રમાણમાં સ્‍ટેમ્‍પ પુરા પાડવામાં આવે છે. તદ ઉપરાંત અમદાવાદમાં જાહેર જનતાને સ્‍ટેમ્‍પ મેળવવા માટે નીચે મુજબ સ્‍ટેમ્‍પ વેચાણના કાઉન્ટરો કાર્યરત છે.

(૧) સુપ્રિ. ઓફ સ્‍ટેમ્‍પસની કચેરી

  • સુપ્રિ. ઓફ સ્‍ટેમ્‍પસની કચેરી, બહુમાળી મકાન, લાલદરવાજા, અમદાવાદ
  • સ્‍ટેમ્‍પ વેચાણના કાઉન્ટર ઉપર સ્‍પે. એધેશીવ સ્‍ટેમ્‍પસનું વેચાણ થાય છે. રેવન્યુ સ્‍ટેમ્‍પસ, શેર ટ્રાન્‍સફર સ્‍ટેમ્‍પસ, ઇન્‍સોરન્‍સ સ્‍ટેમ્‍પસ, ફોરેનબીલ સ્‍ટેમ્‍પસ અને બ્રોકર્સ નોટ સ્‍ટેમ્‍પસનું વેચાણ થાય છે.

(૨) હાઈકોર્ટ કંપાઉન્ડ

  • અહીં કોર્ટ ફી સ્‍ટેમ્‍પ પેપર, કોર્ટ ફી લેબલ તથા નોટરીયલ સ્‍ટેમ્‍પસનું વેચાણ થાય છે.

(૩) તાલુકા સ્તર

વધુમાં, જાહેર જનતાને સ્‍ટેમ્‍પ ડયુટી ભરપાઈ કરવા માટે અગવડતા અનુભવવી ન પડે અને સરળતાથી સ્‍ટેમ્‍પ્‍સ ઉપલબ્‍ધ થાય તે હેતુથી

  • તાલુકા કક્ષાએ સબ રજીસ્‍ટ્રાર કચેરીઓ ખાતે કુલ ૪૬૯ જેટલા ઈ-સ્‍ટેમ્‍પીંગ કાઉન્‍ટર ખોલવામાં આવેલ છે.
  • નેશનલાઈઝડ બેંકો અને કો.ઓપ.બેંકો મળી કુલ -૪૨૦ જેટલી ફ્રેન્કિંગ મશીનથી સ્‍ટેમ્‍પ પુરા પાડવા અંગેના પરવાના આપવામાં આવેલ છે.
  • રાજયમાં પોસ્‍ટ ઓફીસ મારફત સ્‍ટેમ્‍પ પેપરના વેચાણની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. રાજયમાં આવી ૩૬૨ પોસ્‍ટ ઓફીસ કચેરીઓ ખાતે આ સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે.

Also in this section