A
A
A

સ્ટેમ્પ પ્રભાગ

નોન પોસ્ટલ સ્ટેમ્પ્સના વિતરણ વ્યવસ્થા "નોડલ પોઈન્ટ"

સમગ્ર ગુજરાત રાજયની જરૂરીયાત મુજબનો નોન પોસ્ટલ સ્ટેમ્પ્સનો જથ્થો એક જ જગ્યાએ મેળવી તેનું વિતરણ જુદા જુદા જિલ્લા ઓમાં કરવાના હેતુસર ગાંધીનગર સ્ટેમ્પ અને નોધણી ભવન ખાતે બેસતી કચેરીને નોન પોસ્ટલ સ્ટેમ્પનો "નોડલ પોઈન્ટ" તરીકે જાહેર કરેલ છે. નોડલ પોઈન્ટના વડા "સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ" છે.

  • નોન પોસ્ટલ સ્ટેમ્પ્સ નો જથ્થો ઈન્ડીયા સિકયુરીટી પ્રેસ નાસિકથી અત્રે પર્સનલ ડીલીવરી ધ્વારા મેળવવામાં આવે છે, અને ત્યારબાદ તેનું સમગ્ર રાજયની જુદી જુદી જિલ્લા તિજોરી કચેરીઓને તેઓની જરૂરીયાત મુજબ વિતરણ કરવામાં આવે છે.
  • જુદા જુદા પ્રકારના નોન પોસ્ટલ સ્ટેમ્પનો ઉપયોગ જુદા જુદા પ્રકારના વ્યવહારો માટે થાય છે. દરેક પ્રકારમાં જરૂરીયાત મુજબના દરના સ્ટેમ્પ મળી રહે છે.

જુદા જુદા પ્રકારના સ્ટેમ્પ્સ ની વિગતવાર માહીતિ નીચે મુજબ છે :

સ્ટેમ્પના પ્રકારો :

નોન પોસ્ટલ સ્ટેમ્પના પ્રકાર તથા તેના ઉપયોગ અંગે નીચે જણાવ્યા મુજબના જુદા જુદા પ્રકારના સ્ટેમ્પ્સ તેની સામે જણાવેલા વ્યવહારો માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

(૧) નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપર :

મકાન, જમીન જેવી સ્થાવર મિલક્તોના વેચાણ ખરીદી તબદીલી, ગીરોખત વગેરેમાં સરકારશ્રીએ નક્કી કરેલ દર મુજબની સ્ટેમ્પ ડ્યુટી વસુલ લેવા આવા લેખોના લખાણને સ્ટેમ્પ ડ્યુટીની કિંમત મુજબના નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપર પર કરવામાં આવે છે. તદ ઉપરાંત કરાર, સોગંદનામું, લોન જામીનગીરી, વગેરેના વ્યવહારોમાં નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ થાય છે.

નોન-જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ તા.૦૧/૧૨/૨૦૧૯થી ગુજરાત સરકારના મહેસુલ વિભાગના તા.૩૦/૦૯/૨૦૧૯ જાહેરનામાથી બંધ કરવામાં આવેલ છે

હાલમાં પ/-, ૧૦/-, ર૦/-, પ૦/-, ૧૦૦/-, પ૦૦/-, ૧૦૦૦/-, પ૦૦૦/-, ૧૦૦૦૦/-, ૧પ૦૦૦/-, ર૦૦૦૦/- અને રપ૦૦૦/- ના દરના નોન જ્યુડીશીયલ પેપર ઉપલબ્ધ છે.

(૨) ફ્રેન્કીંગ પ્રિન્ટ :

આ પ્રકારે સ્ટેમ્પ્સનો ઉપયોગ કરવા માટે સરકારશ્રી દ્વારા અધિક્રુત કરેલી સ્ટેમ્પો વેચાણની કચેરી પાસે જો ફ્રેન્કીંગ મશીન ઉપલબ્ધ હોય તો રજૂ કરેલ ફોર્મ લેખ પર જરૂરી રકમની ફ્રેન્કીંગ પ્રિન્ટમ ઉપસાવી આપવામાં આવે છે.

તદ્દ ઉપરાંત બેંકો, ધિરાણ આપતી ખાનગી કંપનીઓ વગેરેને તેઓની માંગણી હોય તો સ્પે. એધેશીવ સ્ટેમ્પ્સના ફ્રેન્કીંગ માટેના લાયસન્સ પણ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા આપવામાં આવે છે. સ્પે. એધેશીવ સ્ટેમ્પ્સ રૂા.૧/-, ર/-, પ/-, ૧૦/-, ર૦/-, પ૦/-, ૧૦૦/-, પ૦૦/-, ૧૦૦૦/- અને પ૦૦૦/-ના દરના ઉપલબ્ધ છે.

(૩) ઈ-સ્ટેમ્પીંગ :

આ પ્રકારે સ્ટેમ્પનો ઉપયોગ કરવા રાજ્ય સરકાર ધ્વારા સ્ટોક હોલ્ડીંગ કોર્પેારેશન ઓફ ઈન્ડીયા લીમીટેડ મારફત "ઈ-સ્ટેમ્પીં ગ" ની સુવિધા ઉપલબ્ધા કરાવવામાં આવેલ છે. આ સુવિધા રાજ્યનાં તમામ જિલ્લા તથા તાલુકા મથકે સબરજીસ્ટ્રાર કચેરીઓ ખાતે ઉપલબ્ધ છે. આમ, દસ્તાવેજની નોંધણી કરાવવા જનાર વ્યાકિતને દસ્તાવેજ નોંધણીના સ્થળે જ ડયુટી ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ સુવિધાથી કોઈપણ રકમની જરૂરીયાત મુજબની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરેલાનું ઈ-સ્ટેમ્પીં સર્ટીફીકેટ તુરત જ મેળવી શકાય છે.

(૪) નોટરીયલ સ્ટેમ્પ્સ :

સોગંદનામા, પાવર ઓફ એટર્ની વિગેરે જેવા વપરાશમાં લેતા પહેલાં એક્સીક્યુટીવ મેજિસ્ટ્રેટ પાસે અથવા સરકારશ્રી દ્વારા નિમણૂક પામેલ નોટરી પાસે નોટરાઇઝ કરવાના હોય છે. જેમાં નોટરીયલ સ્ટેમ્પ્સ દ્વારા ડ્યુટી વસુલ લેવામાં આવે છે. નોટરીયલ સ્ટેમ્પ્સ રૂ. પ/-ના દરમાં ઉપલબ્ધ છે.

(પ) રેવન્યુ સ્ટેમ્પ્સ :

સમગ્ર રાજ્યમાં રૂા. પ૦૦૦/- કે તેથી વધુ રકમના નાણાકીય લેવડદેવડના વ્યવહારોમાં રેવન્યુ સ્ટેમ્પ્સ પર સહી કરી લખાણ લેવાનું હોય છે. રૂા. ૧/-ના દરની રેવન્યુ સ્ટેમ્પ્સ ઉપલબ્ધ છે.

(૬) એગ્રીમેન્ટ સ્ટેમ્પ્સ :

લગ્નની નોંધણી ના કિસ્સાઓમાં સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબની ડ્યુટી એગ્રીમેન્ટ સ્ટેમ્પ્સ લગાડીને વસુલ લેવામાં આવે છે.

એગ્રીમેન્ટ રૂા. ૧૦/- અને રૂા. ૧૦૦/- ના દરમાં ઉપલબ્ધ છે.

(૭) ઈન્સ્યુરન્સ સ્ટેમ્પ્સ :

વીમા કંપનીઓ દ્વારા ઉતારવામાં આવતી પોલીસીઓ પર ઇન્સોરન્સ સ્ટેમ્પ નો ઉપયોગ કરવામાં આવે છે. ઈન્સ્યોરન્સ સ્ટેમ્પ્સ રૂા. ૧/-, ૨/- પ/-, ૧૦/-, ર૦/-, પ૦/-, ૧૦૦/-, પ૦૦/-, ૧૦૦૦/-ના દરમાં ઉપલબ્ધ છે.

તદઉપરાંત વીમા કંપની દ્વારા માંગણી થાય તો ઇન્સોરન્સ સ્ટેમ્પ્સના ફ્રેન્કીંગ માટેના લાયસન્સ સુપ્રિન્ટેન્ડે ન્ટ૦ ઓફ સ્ટેમ્પ્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા આપવામાં આવે છે.

(૮) શેર ટ્રાન્સફર સ્ટેમ્પ્સ :

શેરોની લે વેચ કે તબદીલ પ્રસંગે શેર ટ્રાન્સફર સ્ટેમ્પ્સનો ઉપયોગ થાય છે. શેર ટ્રાન્સફર સ્ટેમ્પ્સ રૂા. ૧/-, ર/-, પ/-, ૧૦/-, પ૦/-, ૧૦૦/- અને ર૦૦/-ના દરમાં ઉપલબ્ધ‍ છે.

(૯) ફોરેન બીલ સ્ટેમ્પ્સ :

ખાનગી કંપનીઓના વિદેશ સાથેના વ્યવહારોમાં ફોરેનબીલ સ્ટેમ્પ્સ ઉપયોગમાં લેવામાં આવે છે. સદર સ્ટેમ્પ્સ રૂા.૧/-, ર/-, પ/-, ૧૦/- , પ૦/- અને ૧૦૦/-ના દરમાં ઉપલબ્ધ છે.

(૧૦) બ્રોકર્સ નોનસ્ટેમ્પ્સ :

કબાલા ખતના વ્યવહારોમાં બ્રોકર્સ નોટ સ્ટેમ્પ્સ ઉપયોગમાં લેવાય છે. આ સ્ટેમ્પ્સ રૂા. ૧/-, ર/-, પ/-, ૧૦/- , પ૦/-, ૧૦૦/- અને ૫૦૦/-ના દરમાં ઉપલબ્ધ છે.

(૧૧) હુંડીપેપર્સ :

અગાઉના સમામાં વચન ચિઠૃીના વ્યવહારોમાં હુંડીપેપરનો ઉપયોગ થતો હતો. હુંડી પેપર્સની બદલે સ્પે. એધેશીવ સ્ટેમ્પ્સ નો ઉપયોગ પણ થઇ શકે છે. હુંડી પેપર્સ રૂા. ૧/-, ૧.પ૦/-, ર.પ૦/-, ૪/-, પ/- અને ૧૦/-ના દરમાં ઉપલબ્ધ છે.

(૧ર) જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપર :

કોર્ટના દાવાના કામકાજના કોર્ટ ફી સ્ટેમ્પ પેપરનો ઉપયોગ થાય છે. કોર્ટ ફી પેપર રૂા. પ૦/-, ૧૦૦/-, ર૦૦/-, ૩૦૦/-, પ૦૦/-, ૧૦૦૦/-, ૩૦૦૦/-, પ૦૦૦/- અને રપ૦૦૦/-ના દરમાં ઉપલબ્ધ છે.

(૧૩) કોર્ટ ફી સ્ટેમ્પ્સ લેબલ :

આ સ્ટેમ્પ્સ ચોંટાડવાના સ્ટેમ્પ્સ છે. જેનો ઉપયોગ કોર્ટ તથા કલેક્ટરશ્રી અને અધિક કલેક્ટરશ્રીને કરવામાં આવતી અરજીઓ ઉપર કરવામાં આવે છે. સદર સ્ટેમ્પ્સ રૂા. ૦.રપ પૈસા, ૦.પ૦ પૈસા, ૧/-, ર/-, ૩/-, ૪/-, પ/-, ૧૦/- અને ર૦/-ના દરમાં ઉપલબ્ધ છે.

 

Also in this section