A
A
A

સ્ટેમ્પસનું વેચાણ કરતા એજન્ટો (લાયસન્સ સ્ટેમ્પ વેન્ડરો)

(૧) રાજ્યની પ્રજાને પુરતા પ્રમાણમાં તથા અધિક્રુત સ્ટેમ્પ મળી રહે તેવા શુભ આશયથી રાજ્ય સરકારે અધિક્રુત સ્ટેમ્પ વેચાણના કેન્દ્રો સિવાય જિલ્લા/તાલુકા મથકો ઉપર જરૂરીયાત મુજબના પરવાનેદાર સ્ટેમ્પ વેન્ડરોની નિમણૂક કરેલ છે.

(ર) રાજ્ય સરકારશ્રી દ્વારા આવા સ્ટેમ્પ વેન્ડરોની નિમણૂક સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો તથા જરૂરિયાતને ધ્યાને લઇ જે તે જિલ્લામાં કલેક્ટરશ્રી તથા તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી મારફત કરવામાં આવે છે.

(૩) આવા સ્ટેમ્પ વેન્ડરએ સ્ટેમ્પનું વેચાણ, સ્ટેમ્પ વેચાણના સરકારશ્રી દ્વારા નક્કી થયેલ નિયમો તથા તેમાં થતા ફેરફારોને આધિન રહીને કરવાનું હોય છે.

(૪) આવા સ્ટેમ્પ વેન્ડર દ્વારા જે તે જિલ્લા/ તાલુકાની તિજોરી કચેરીએથી માંગણા પત્રક રજૂ઼ કરવાથી મેળવવાના રહે છે.

(પ) તિજોરી કચેરી તરફથી મેળવવામાં આવેલ સ્ટેમ્પની કિંમત સ્ટે મ્પ વેન્ડજર દ્વારા તેમને મળવાપાત્ર નિયમાનુસાર મળવાપાત્ર કમિશનની રકમ બાદ કરી ચલણથી ભરવાની રહે છે.

(૬) સ્ટેમ્પ વેન્ડર દ્વારા કરવામાં આવતા સ્ટેમ્પ વેચાણ સબંધેના હિસાબો નિયત નમૂનામાં તેમને જે તે લાયસન્સીંગ ઓથોરીટીને પ્રતિમાસ આપવાના રહે છે.

(૭) દરેક સ્ટેમ્પ વેન્ડરે તેમને આપવામાં આવેલ સ્ટેમ્પ વેચાણ સંબંધેના પરવાના દર વર્ષ એટલે કે ૧ લી એપ્રિલે તાજા કરાવવાના હોય છે એટલે કે સ્ટેમ્પ વેચાણનું લાયસન્સ જે તે વર્ષ માટેનું જ હોય છે.

(૮) રાજ્યની તમામ પોસ્ટ ઓફિસોને ૩૬૨ સ્ટેમ્પના વેચાણ માટે તા.______ થી અધિકૃત કરવામાં આવેલ છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં જિલ્લા તિજોરી કચેરી અને તાલુકાની પેટા તિજોરી કચેરીમાંથી જરૂરિયાત મુજબના સ્ટેમ્પ પેપર્સ અને એડહેસીવ સ્ટેમ્પ પેપર્સ પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અધિક્રૃત કરેલ લાઇસન્સદાર સ્ટેમ્પ વેન્ડરો પાસેથી પણ સ્ટેમ્પ પેપર્સ મળી શકે છે.

અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારો માટે અધિક્રૃત સ્ટેમ્પ વેન્ડરોની વિગતવાર માહીતિ નીચે મુજબ છે.

Also in this section