A
A
A

કાર્યો

stamps

  • લેખ ઉપર વપરાયેલ સ્‍ટેમ્‍પની યોગ્‍યતા તપાસવાની.
  • લેખમાં સમાવિષ્‍ટ મિલકતોમાં યોગ્‍ય બજારકીંમત તથા સ્‍ટેમ્‍પના મુલ્‍યાંકનની.
  • રાજયની સ્‍થાવર મિલકતના ભાવો દર્શાવતી જંત્રી (એન્‍યુઅલ સ્‍ટેટમેન્‍ટ ઓફ રેટસ) તૈયાર કરવાની.
  • રાજયમાં જુદા જુદા પ્રકારના નોન- પેાસ્‍ટલ સ્‍ટેમ્‍પ્‍સની વહેંચણી.
  • રાજયમાં સ્‍ટેમ્‍પ ડયુટીની ચુકવણી માટે સંસ્‍થાઓને (ફ્રેન્‍કીગ મશીન, ઈ-સ્‍ટેમ્‍પીંગ) અધિકૃતતાના લાયસન્‍સ આપવાની, કાર્યરીતિ નકકી કરવાની તથા નિયમનની.

સ્‍ટેમ્‍પ અધિનિયમ

સ્‍ટેમ્‍પ અધિનિયમએ રાજયની સ્‍ટેમ્‍પ ડયુટીની આવકને લગતો કાનુન છે. ભારતીય સ્‍ટેમ્‍પ અધિનિયમ- ૧૮૯૯ તથા ગુજરાત સ્‍ટેમ્‍પ અધિનિયમ-૧૯પ૮ અને તે હેઠળના નિયમોનો અમલ સ્‍ટેમ્‍પ ખાતા મારફત હાથ ધરવામાં આવે છે. સ્‍ટેમ્‍પના કાયદાનો અમલ કરવોએ મુખ્‍ય કામગીરી છે. જેમ કે વહીવટી તંત્ર લેખનો પ્રકાર નક્કી કરીને લેખમાં થતી લેવડ દેવડ ઉપર યોગ્‍ય સ્‍ટેમ્‍પ વપરાયો છે કે કેમ ? તે તપાસવાની તે દ્વારા સ્‍ટેમ્‍પ અધિનિયમનો અમલ અસરકારક અને ગુજરાત રાજયમાં તેમજ રાજય બહાર કરાયેલા પણ પાછળથી ગુજરાત રાજયમાં લવાયેલા તમામ પ્રકારના લેખ ઉપર યોગ્‍ય રીતે સ્‍ટેમ્‍પ વાપરવામાં આવે છે કે કેમ ? તેની ખાતરી કરવાની કામગીરી કરવાની રહે છે.
વધુ માહિતી

મુલ્‍યાંકનતંત્રની કામગીરી

નોંધણી અંગે રજૂ઼ થતા માલીકીફેર ખતના લેખોમાં દર્શાવવામાં આવેલ અવેજની રકમ લેખ થયા તારીખે તેની બજાર કીંમત જેટલી છે કે નહીં. તેની ચકાસણી કરી આવા લેખોમાં સમાવિષ્ટ મિલકતની પ્રવર્તમાન નિયમોની જોગવાઇ મુજબ મુલ્‍યાંકન કરવાની કામગીરી તંત્ર બજાવે છે. તે ઉપરાંત સ્‍થાવર મિલકતના ભાવો દર્શાવતી જંત્રી (એન્‍યુઅલ સ્‍ટેટમેન્‍ટ ઓફ રેટસ) તૈયાર કરવાની કામગીરી કરવામાં આવે છે.
વધુ માહિતી

બિન અદાલતી અને અદાલતી સ્‍ટેમ્‍પ પુરા પાડવા બાબત

કચેરીની બીજી મહત્‍વની કામગીરીમાં નોડલ પોઇન્‍ટ તરીકે ગાંધીનગર ખાતે આવેલ સ્‍ટોર્સને જાહેર કરેલ હોઈ, સમગ્ર રાજની માંગ અને પુરવઠો નોડલ પોઇન્‍ટ દ્વારા જ પુરો પાડવામાં આવે છે. જેને કારણે તમામ તિજોરીઓને સમયસર રૂબરૂમાં સ્‍ટેમ્‍પ પહોંચાડવાની જવાબદારી નિભાવવામાં આવે છે.

કોર્ટોએ અને જિલ્લા કલેકટરોએ માન્‍ય રાખેલા બગડેલા અદાલતી અને બીન અદાલતી સ્‍ટેમ્‍પોની રીફંડની તેમજ તિજોરીઓ અને પેટા તિજોરીઓએ પરવાનેદાર સ્‍ટેમ્‍પ વેચનારાઓને આપેલ વટાવના પત્રકોની ચકાસણી કરી તેના નિયંત્રણની કામગીરી પણ કરવામાં આવે છે.

ગાંધીનગર ખાતે વડી કચેરી

ગાંધીનગર ખાતે વડી કચેરી દ્વારા ૧૮૯૯ ના ભારતીય સ્‍ટેમ્‍પ અધિનિયમ તથા સને ૧૯પ૮ ના ગુજરાત સ્‍ટેમ્‍પ અધિનિયમ હેઠળની જોગવાઇઓ મુજબ સ્‍ટેમ્‍પ ડયુટીના ન્‍યાય નિર્ણય માટે રજૂ઼ કરાયેલા દસ્‍તાવેજો પરની સ્‍ટેમ્‍પ ડયુટી ઠરાવે છે. સરકારી અધિકારીઓએ અટકાવેલા દસ્‍તાવેજો ખુટતી ડયુટી અને દંડની વસુલાત કર્યા બાદ પ્રમાણિત કરવામાં આવે છે. બગડેલા તથા બિનવપરાયેલા સ્‍ટેમ્‍પ અંગે રીફંડ પણ આપવાની અને સ્‍ટેમ્‍પને લગતી અન્‍ય બાબતોની દેખરેખ રાખે છે. લોકો અથવા તિજોરી દ્વારા બગડેલા સ્‍ટેમ્‍પની નાશ કરવાની સત્તાઓ મુખ્‍ય કચેરી હસ્‍તક છે. સાયબર ટ્રેઝરી પોર્ટલ ઉપર ઓનલાઇન ભરાયેલ સ્ટેમ્પ ડ્યૂટીના ઇ-ચલણના રીફંડની કાર્યવાહી વડી કચેરી ખાતેથી કરવામાં આવે છે.

અધિનિયમની કલમ-ર૦૭ અને ર૦૯

૧૯૯૩ ના ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-ર૦૭ અને ર૦૯ અન્‍વયે તાલુકા અને જિલ્લા પંચાયતોને દસ્તાવેજો પર વધારાની સ્‍ટેમ્‍પ ડ્યુટી નાખવાની છુટ છે. જે ડયુટી સહીત સ્‍ટેમ્‍પ દરના ૪૦% વધારાની ડયુટી નાખવામાં આવેલી છે. જે સ્‍ટેમ્‍પ ડ્યુટી યોગ્ય રીતે વસુલ કરવામાં આવી છે કે નહીં તેની ખરાઇ કરવા અંગેની અને તેની વસુલાત અંગેની જિલ્લા અને તાલુકા પંચાયતો વચ્‍ચે વહેંચણી કરવા અંગે કામગીરી મુખ્ય સ્‍ટેમ્‍પ કચેરી કરે છે.

સ્‍ટેમ્‍પ ડયુટી

રાજયમાં સ્‍ટેમ્‍પ ડયુટી ભરપાઈ કરવાની સુવિધા ઉપલબ્‍ધ કરાવતાં સ્‍ટેમ્‍પ વેન્‍ડરો ધ્‍વારા વેચાણ કરવામાં આવતા સ્‍ટેમ્‍પ પેપર ઉપરાંત (૧) ફ્રેન્‍કીંગ મશીન ધ્‍વારા ડયુટી ભરપાઈ કરવાની સુવિધા ઉપલબ્‍ધ કરાવતાં બેન્‍કોને લાયસન્‍સ આપવાની (ર) ઈ-સ્‍ટેમ્‍પીંગ ધ્‍વારા ડયુટી ભરપાઈ કરવાની સુવિધા ઉપલબ્‍ધ કરાવવાની તથા આ સંસ્‍થાઓ ધ્‍વારા થતા વેચાણના મોનીટરીંગ અને કામગીરીના દેખરેખની કામગીરી વડી કચેરી ધ્‍વારા કરવામાં આવે છે. નોંધણીપાત્ર દસ્તાવેજોમાં ઓનલાઇન ઇ-પેમેન્ટથી સ્ટેમ્પ ડયુટી ભરપાઇ કરવાની સુવિધા ફ્રેબુ-૨૦૧૯ થી ઉપલબ્ધ છે.

અધિનિયમ સુધારો

રાજયમાં પ્રજાને સરળતાથી વહીવટી સુવિધા ઉપલબ્‍ધ થઈ શકે તથા સાથોસાથ સરકારશ્રીની ડયુટીની આવકમાં વધારેા થાય તે હેતુથી અન્‍ય રાજયની જોગવાઇઓનો અભ્‍યાસ કરી કાયદામાં સુધારા કરવાની કામગીરી કરવામાં આવે છે.

Also in this section